આગામી 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છ. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કાલે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ઓક્ટોબરે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

31 ઓક્ટોબરે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે પોર્ટ પર Lcs 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!