દાહોદ ના લીમખેડા મા ટ્રાફિક ની સમસ્યાનો કાયમિક ઉકેલ લાવવામાં આવ્યો

દાહોદ

​લીમખેડાના વર્ષો જૂના ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા સાંસદ જશવંતસિંહ ભાભોર:

DRM સાથે સ્થળ મુલાકાત લઈ ત્વરિત નિર્ણય

​દાહોદ,તા. ૪
દાહોદ જિલ્લાના લોકપ્રિય, છેવાડાના માનવીની ચિંતા કરનારા અને વિકાસના પર્યાય સમાન સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર હંમેશા જનતાની વહારે આવીને અદભુત કાર્યો કરવા માટે જાણીતા છે. લીમખેડા-ઝાલોદ હાઈવે પર આવેલા બ્રિટિશકાલીન સાંકડા રેલવે ગરનાળા (અંડરપાસ)ને કારણે સ્થાનિક જનતા વર્ષોથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી હતી. આ મુશ્કેલીને કાયમી ધોરણે દૂર કરવાના મક્કમ સંકલ્પ સાથે સાંસદશ્રીએ રતલામ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે રૂબરૂ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
​વિકાસના કાર્યોથી પ્રજામાં ખુશીનો માહોલ
​મુલાકાત દરમિયાન સાંસદશ્રીએ ટ્રાફિકની સમસ્યાનું ગંભીરતાપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને રેલવે અધિકારીઓ સાથે આ સાંકડા બ્રિજને વહેલી તકે પહોળો કરવા બાબતે સચોટ અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરી હતી. સાંસદશ્રીના આ ભગીરથ પ્રયાસો અને ત્વરિત એક્શનને કારણે સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓએ પણ સ્થળ પર હાજર રહીને આયોજનને વેગ આપ્યો હતો. ગરનાળું પહોળું થવાથી લીમખેડા બજારમાં કલાકો સુધી લાગતી વાહનોની લાંબી કતારો અને પ્રદૂષણની સમસ્યાનો કાયમી અંત આવશે, તેમજ ઈમરજન્સી સેવાઓ જેવી કે ૧૦૮ એમ્બ્યુલન્સને પણ ઝડપી રસ્તો મળશે.
​છેવાડાના માનવીના બેલી: ૨૦૨૭માં કેન્દ્રીય મંડળમાં સ્થાન મળે તેવી લોકપ્રબળ ઈચ્છા
​સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે પોતાના કાર્યકાળ દરમિયાન દાહોદ જિલ્લામાં ભૂગર્ભ ગટર, પાકા રસ્તાઓ અને પાયાની સુવિધાઓના અનેક કાર્યો કરીને સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ કર્યો છે. આગામી ૨૦૨૭ની ચૂંટણી નજીક હોવા છતાં, રાજકારણથી પર રહીને પ્રજા હિતને સર્વોપરી ગણી રેલવે તંત્ર પાસે નક્કર આયોજન કરાવવા બદલ અને જનતાને ટ્રાફિકની રોજિંદી યાતનામાંથી મુક્તિ અપાવવાના આ ઐતિહાસિક પગલાંને સમગ્ર લીમખેડા અને દાહોદ જિલ્લાની જનતા બિરદાવી રહી છે.
​સ્થાનિક નાગરિકો અને મતદારોમાં ચર્ચા છે કે, દરેકના સુખ-દુઃખના પ્રસંગોમાં હાજરી આપી લોકોના દિલ જીતનારા આવા કર્મનિષ્ઠ સાંસદ આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં પણ ભવ્ય લીડથી જીત મેળવીને કેન્દ્રીય મંડળના મંત્રી બને અને દાહોદના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જાય.
તસ્વીર -: અભેસિંહ રાવલ દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!