અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઇ
ધોળકા ખેડા રોડ ઉપર રામપરા ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્રારા જન આક્રોસ સભામાં યોજાઈ હતી
જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરત સિંહ સોલંકી, બનાસકાંઠા ના બનાસ ની બેન ગેનીબેન ઠાકોર, અમૃતજી ઠાકોર, ચાંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ભાઈ ગોહેલ, વગેરે હાજર રહ્યા હતા
ધોળકા તાલુકા મા આવેલા રામપરા ગામ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે જન આક્રોશ સભા યોજવામાં આવી હતી
આ સભા નું મુખ્ય કારણ ધોળકાના રામપરા ગામ ખાતે માતાજી ના મંદિર ની દિવાલ બનાવવામાં આવી હતી અને તેને તોડી પાડવામાં આવી હતી
સ્થાનિકો ના આક્ષેપ છે કે મંદિર ની દિવાલ ભાજપના અમુક લોકો ના કહેવાથી તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી હતી તેના અનુ સંધાને અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સભા યોજવામા આવી હતી
સાથે આ કાર્યક્રમમાં ધોળકા ના રામપુરા અને આજુ બાજુ ગામનું જન સેલાબ ઉમટી પડ્યું હતું
આ આક્રોશ સભામાં 2000 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા
જેમાં આશરે 1000 જેટલા લોકો કોંગ્રેસ માં જોડાયા હતા
જેમાંથી ગણા ખરા લોકો ભાજપ માંથી કોંગ્રેસ માં પ્રવેશ કર્યો છે
ગેની બેન ઠાકોર દ્વારા ભાજપ અને સરકારી તંત્ર પર પ્રહાર કર્યા હતા
તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે રામપુરા માં જે થયું તે ખોટું થયું છે ભાજપ દ્વારા ઠાકોર સમાજ ના લોકો પર ખોટી તાનાશાહી કરવામાં આવી રહી છે જે કોઈ હિસાબે સાખી નહીં લેવામાં આવે
સાથે ગેની બેન ઠાકોર આક્રામક પણ જોવા મળ્યા હતા
અમિત ચાવડા એ જણાવ્યું હતું કે આવી દીવાલો ઘણી જગ્યા એ પડી ગઈ હશે પણ કોઈએ આવો વિરોધ નહીં કર્યો હોય પણ આ રામપુરા ના લોકો દ્વારા પહેલી વાર અન્યાય સામે વિરોધ કરવામાં આવ્યો છે જે જોઈ લોકો જાગૃત થઈ બહાર આવશે
ગામના સ્થાનિક અરવિંદ ભાઈ ઠાકોર દ્વારા જાણવામાં આવ્યું હતું કે ગામના તમામ ઠાકોર સમાજ અત્યાર સુંધી ભાજપ ને મત આપતો હતો પરંતુ હવે થી રામપુરા નો ઠાકોર સમાજ હવે થી કોંગ્રેસ ને વોટ આપશે અને કોંગ્રેસ સાથે ઉભો રહશે
સાથે કોંગ્રેસ ના સાંસદ ગેની બેન ને વાત મળી હતી કે વિરોધીઓ દ્વારા આ સભા પહેલા ગામના લોકો ને કહેવડાવામાં આવ્યું હતું કે ગેની બેન જો અહીંયા આવ્યા તો પથ્થર મારો થશે ત્યારે ગેની બેન આક્રમક મૂડ માં જોવા મળ્યા હતા તેમણે સ્ટેજ પરથી વિરોધીઓ ને કહ્યું હતું કે ગેની બેન આવી ગઈ છે જોવું છું કોનામાં હિંમત છે કે પથ્થર મારે છે
સાથે ગેની બેન ઠાકોર દ્વારા પોલીસ ને પણ આડે હાથ લીધી હતી તેમને જણાવ્યું હતું કે પોલીસ નું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે નહીં કે કોઈ પક્ષ નું કહ્યું કરવાનું
