અમદાવાદ ધોળકામાં શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

અમદાવાદ ધોળકામાં શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
દીપ પ્રગતિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
શૌર્ય, ધૈર્ય, સ્વાભિમાન અને વીરતાના પ્રતીક તથા ધર્મરક્ષક મહારાણા પ્રતાપજીની પુણ્ય સ્મૃતિમાં તેમની ભવ્ય અને વિરાટ પ્રતિમાનું અનાવરણ આજે સાંજે ધોળકા ખાતે કરવામાં આવ્યું.
ખેડા-બગોદરા હાઇવે પર અપૉલો સ્કૂલ સર્કલ પર યોજાયેલો આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો પ્રસંગ બન્યો હતો.
આ પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ પ્રસંગે સંતો મહંતો અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુખ્ય ઉદ્ઘાટક તરીકે હાજરી આપી હતી અને પ્રતિમાનું અને અપોલો સ્કૂલ સર્કલનું વિધિવત રીતે અનાવરણ કર્યું હતું.
મહારાણા પ્રતાપની આ વિરાટ પ્રતિમા અને અપૉલો સ્કૂલ સર્કલનું ઉદ્ઘાટન થવાથી આ વિસ્તારને એક નવી ઓળખ મળી છે અને તે હવે પ્રગતિનું પ્રતીક બની રહેશે.સ્વાભિમાનની પ્રેરણા
મહારાણા પ્રતાપ એવા અડીખમ યોદ્ધા હતા, જેમણે મુગલ સામ્રાજ્ય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાની માતૃભૂમિની આઝાદી અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપૉલો ઇન્ટરનેશનલ સ્કૂલના સૌજન્યથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ
શૌર્ય અને બલિદાનના પ્રતીક મહારાણા પ્રતાપની સ્મૃતિને વંદન કરવા માટે આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કરીને આ સમારોહને વિશેષ અને યાદગાર બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!