અરબ સાગરમાં નીચું દબાણ સક્રિય થતા ગુજરાતના આ જિલ્લાઓમાં 4 દિવસ ભારે વરસાદની ચેતવણી

દક્ષિણ આંદામાન સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ સાથે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક નવું નીચું દબાણ ક્ષેત્ર રચાયું છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને મજબૂત થવાની ધારણા છે. પૂર્વ-મધ્ય અરબ સાગર પર પણ એક નીચું દબાણ ક્ષેત્ર દેખાઈ રહ્યું છે. આ હવામાન પ્રણાલીઓની અસર ગુજરાતમાં પણ અનુભવાશે. ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ જોવા મળશેહવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.હવામાન વિભાગે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, છોટાપુર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જીલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે 25 ઓક્ટોબરે અમદાવાદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ, બનાસકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે26 ઓક્ટોબરના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, જિલ્લાઓઓના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!